RBI Financial Literacy Quiz
નાણાકીય સાક્ષરતા (financial Literacy) ની જાગૃતતા માટે અખિલ ભારતીય ક્વીઝનું આયોજન કરવામાં આવનાર છે. જે અંગે આગામી જુન, જુલાઈ ૨૦૨૩ દરમિયાન રાજયની સરકારી માધ્યમિક/પ્રાથમિક શાળાઓના ધોરણ:- 8-9-10 ના બાળકોને ક્વીઝ આપવા અંગેનું આયોજન હઠળ ધરવાનું થાય છે.
શાળા પસંદગી
- જુન 2023માં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા બાળકોને પસંદ કરવા.
- દરેક તાલુકામાંથી 10 સરકારી માધ્યમિક શાળાઓ આ ક્વીઝમાં ભાગ લેશે.
- જો જે તે તાલુકામાં 10 માધ્યમિક શાળાઓ ન હોય તેવી સ્થિતિમાં બાકી ખૂટતી શાળાઓ પૈકી પ્રાથમિક શાળાઓ પસંદ કરવી, જેમાં જુન 2023માં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો પસંદ કરવા.
- દરેક શાળા દીઠ 2 (બે) બાળકો (કુમાર/કન્યા) ભાગ લેશે.
- આમ દરેક તાલુકામાંથી 10 શાળા( 10 ટીમ)ના 20 બાળકો ભાગ લેશે.
- ઉપરોક્ત ક્રમ નંબર 1 થી 5 અંગે અત્રેથી બાળકોની સંખ્યા અને શાળાઓની સંખ્યા ધ્યાને લઇ શાળાઓ નક્કી કરવામાં આવેલ છે. જે અંગે શાળાઓની યાદી આ સાથે મોકલી આપવામાં આવે છે, જે ધ્યાને લઇ યાદી મુજબની જ શાળાઓમાંથી શાળા દીઠ 2 બાળકોની ટીમ બનાવી ક્વીઝમાં ભાગ લેશે.
તાલુકા કક્ષા
તાલુકા કક્ષાએ લેખિત ક્વીઝ તારીખ – સમય :-
તા – 19/06/2023 10:30 થી 11:00 (30 મિનીટ)
બેંક/RBI/DD/બેંક ખાતા વિગત/IFSCકોડ/ગવર્નર ચલણ ચેકડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/ATM/SEBI/GK/G20/ફુગાવો/બેન્કિંગ/આર્થિક બાબતો/ જેવા વિષય/મુદ્દા પર પ્રશ્નો પૂછવામાં આવશે. નામુનાપ્રત પ્રશ્નો/સ્ટેજ રાઉન્ડ થીમ્સ વિગત આ સાથે સામેલ છે, જે આ સાથે યાદી મુજબની શાળાઓના બાળકોને મહાવરા માટે અને પૂર્વ તૈયારી માટે આપવું.
પ્રશ્નપેપરમાં જ ટીક માર્ક કરી બાળકોએ જવાબ આપવાના રહેશે.
બાળકોએ ટીક કરેલ જવાબને સ્થળ સંચાલક, સુપરવાઈઝર સંયુક્ત રીતે ચકાસણી કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપશે.
તાલુકા માંથી વિજેતા થયેલ પ્રથમ નંબરની શાળાના (2) બે બાળકોની ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ટીમ ને 5000/- રૂ., દ્વિતીય ટીમને 4000/-રૂ. અને તૃતીય ટીમને 3000/-રૂ ઇનામ આપવામાં આવશે.
જિલ્લા કક્ષા
તાલુકામાંથી ટોચની વિજેતા ટીમ ટીમ જિલ્લા કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે, જો 6 થી વધુ ટીમો હશે તો એલિમિનેશન રાઉન્ડ લેખિત કસોટીના રૂપમાં અને ત્યારબાદ 4-5 રાઉન્ડ સાથે ઓન સ્ટેજ ક્વિઝ લેવામાં આવશે. પ્રથમ, બીજી અને ત્રીજી ટીમ ઓન સ્ટેજ ક્વિઝ રાઉન્ડમાં મેળવેલા ગુણને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવશે.
જીલ્લાના પ્રથમ વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ ભાગ લેશે, જેઓ લેખિત અને મૌખિક કસોટી (સ્ટેજ ક્વીઝ) માં જોડાવાનું રહેશે. સ્ટેજ ક્વીઝના રાઉન્ડમાં મેળવેલ ગુણ ધ્યાને લઇ પ્રથમ દ્વિતિય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવશે.
ભાગ લેનાર બાળકોને વિવિધ સ્તરે પ્રમાણપત્ર, ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે.
જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ટીમને 10000/- રૂ. દ્વિતીય ટીમને 7500/- અને તૃતીય ટીમને 5000/-3 ઇનામ આપવામાં આવશે.
અભ્યાસક્રમ
RBI Financial Literacy Quiz. અખિલ ભારતીય નાણાકીય સાક્ષરતા ક્વિઝ
અભ્યાસક્રમ: બચત, રોકાણ, આવક, ખર્ચ, બેંકિંગની મૂળભૂત બાબતો- બેંકની કામગીરીઓ, થાપણો, બીન, ડેબિટ કાર્ડ, મેક્ટિ કાર્ડ ચેક, ખાતાના પ્રકારો વગેરે નારી / ચલણને લગતા મૂળભૂત ખ્યાલી, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સંક્ષેપો, ડિજિટલ બેરિંગ / ચુકવણીની મૂળભૂત બાબતો, આરબીઆઇ-સંગઠનાત્મક માળખું અને કાર્યો સરકારની મુખ્ય યોજનાઓ, સામાન્ય જાગૃતિ, બેડિંગ સંબંઘિત જાગૃતિ, વીમા / શેર બજારની મૂળભૂત બાબતો, જીડીપી ફુગાવા વગેરેને લગતા બ્યો, જી20 – સંગઠનાત્મક માળખું, સંસ્થાઓ, સમિટ, થીમ્સ, સભ્યો, તેનો લોગો, સાયબર-ક્રાઇમ જેવા કેન્દ્રિત હોવી, ઉર્જના વિવિધ સ્રોતો, અન્ય નિયમનકારો જેવા કે પીએફઆરડીએ સેબી, આઇઆરડીએઆઇ વગેરેને લગતા મૂળભૂત પ્રશ્નો.
રાજ્ય કક્ષાની સ્પર્ધા તથા મોડેલ પ્રશ્નો જોવા માટે નીચે પરીપત્ર અને માર્ગદર્શિકાનો અભ્યાસ કરવો.
Important Links
RBI Quiz સંપુર્ણ વિગત પરીપત્ર અને માર્ગદર્શિકા | CLICK HERE |
Home Page | CLICK HERE |
Whatsapp Group | CLICK HERE |
Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.