વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના ફોર્મ: સરકાર દ્વારા બાળકો,મહિલાઓ,ખેડૂતો, વૃદ્ધો અને વીવીધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજાનઓ દ્વારા સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના દ્વારા દર મહિને સહય આપવામા આવે છે. આ પોસ્ટમા આપણે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ક્યાથી મેળવવુ ? કેટલી સહાય મળે ? ફોર્મ ભરીને ક્યા આપવુ ? કયા ડોકયુમેન્ટ જોઇએ વગેરે માહિતી મેળવીશુ.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના

કોને લાભ મળી શકે?


૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય


અરજી આપવાનું સ્થળ


સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/


અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો


ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ
બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

Also Read  Project Vir Gatha 3 MyGov


યોજના હેઠળ મળવાપાત્ર લાભ


૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.


સહાયની ચુકવણી


ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.


અરજી પત્રક ક્યાંથી મળશે.


જિલ્લા કલેકટર કચેરી.
મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.


યોજનાનું અમલીકરણ


સબંધીત મામલતદાર કચેરી.


અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે


નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.


સહાય ક્યારે બંધ થાય ?


લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
લાભાર્થીઓનું અવસાન થવાથી

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)

કોને લાભ મળી શકે?

Also Read  Har Ghar Tiranga Certificate Download


૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ
ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.
૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે


અરજી આપવાનું સ્થળ


સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો


ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
આવકનો દાખલો.
દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ
બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
રેશનકાર્ડ

Also Read  Har Ghar Tiranga Upload Selfie

યોજના હેઠળ મળવાપાત્ર લાભ


૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.


સહાયની ચુકવણી


ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.


અરજી પત્રક ક્યાંથી મળશે.


જિલ્લા કલેકટર કચેરી.
મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

યોજનાનું અમલીકરણ


સબંધીત મામલતદાર કચેરી.


અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે


નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
(આઇ) સહાય ક્યારે બંધ થાય ?
લાભાર્થીઓનું અવસાન થવાથી

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment