Exam Preparation Training Sahay Yojana

Exam Preparation Training Sahay Yojana .નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વતૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે

ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે.

Exam Preparation Training Sahay Yojana

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વતૈયારી માટે તાલીમ સહાય મેળવવા ઇચ્છતાવિદ્યાર્થીઓને esamalkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા. ૧૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે અને તાલીમ પૂર્ણ થયા બાદ “તાલીમ સંતોષકારક પૂર્ણ કર્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર” અને “ફી ભર્યાની પહોંચ” અપલોડ કર્યા બાદ ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર તાલીમ સહાય ચૂકવવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

Also Read  Ayushman Bharat Yojana PMJAY Card આયુષ્યમાન ભારત યોજના

યોજનાનો હેતુ


અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૭-૧૮

નિયમો અને શરતો

  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
  • ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર(જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
  • સ્નાતકની પરીક્ષા ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.
  • પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
  • અરજદારશ્રી અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
  • વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ.
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
Also Read  Kanya Marriage sahay Yojana

1.મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦.

2.કંપની અધિનિયમ, ૧૯૫૬

3.શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).

તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

Exam Preparation Training Sahay Yojana

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
Also Read  How to download birth and death certificate online |  how to know birth and death records of my village

Source Link

Important Date

Exam Preparation Training Sahay Yojana

Online Apply Start:- 15/09/2023

Online Apply End:- 16/10/2023

Exam Preparation Training Sahay Yojana

Important Link

Exam Preparation Training Sahay Yojana

અરજીપત્રક

તાલીમી સંસ્થાએ આપવાનું થતુ પ્રમાણપત્ર

ઓનલાઇન અરજી રજીસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરવું

Official SiteClick here
Latest Upadte Home PageClick Here
Join Whatsapp Group LinkCLICK HERE

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement. We have Provided Official Website / Notification / Advertisement’s Details Above.